/////

ગુજરાતમાં નવા 980 કેસ સામે 1100થી વધુ દર્દી સાજા થયા

ગુજરાતમાં હવે કોરોનાને લઈને રાહત મળી છે. ત્યારે રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. તો બીજી સારી વાત એ છે કે, સંક્રમિત થયેલા દર્દીઓ પણ ઝડપથી રિકવર થઈ રહ્યા છે. જેમાં નવા કેસો સામે રિકવર થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલ કુલ 13354 એક્ટિવ કેસો છે. આજે પણ 1100થી વધુ સાજા થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવના નવા 980 કેસો નોંધાયા છે. જ્યારે 6 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ 1107 દર્દીઓ રિકવર થયા થયા છે. હાલ 63 દર્દીઓ વેન્ટીલેટર પર છે, 13291 દર્દીઓ સ્ટેબલ છે. કુલ મૃત્યુઆંક 3704 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 170053 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.