////

ગુજરાતમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા 987 કેસ નોંધાયા, 4ના મોત

રાજ્યમાં કોરોના હવે ધીરે-ધીરે કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા પણ ઘટી રહ્યા છે. રાજ્યમાં નવા 987 કોરોના દર્દી નોંધાયા હતા. જેમાં 1083 દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,54,078 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 90.08 ટકા થઇ ચુક્યો છે.

તો રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. રાજ્યમાં કુલ 52,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 815.22 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 59,50,616 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,15,264 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,15,048 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 216 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.