//

ડિજિટલ પેમેન્ટે વેગ પકડ્યો, દેશમાં UPI પેમેન્ટ્સમાં 99 ટકાનો ઉછાળો

દેશમાં વર્તમાન નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે ડિજિટલ પેમેન્ટ્સમાં વૃદ્ધિ નોંધાવી છે. તો સપ્ટેમ્બર 2020માં UPIએ 180 કરોડથી વધારે વોલ્યુમના નાણાકીય વ્યવહાર નોંધાવ્યા હતા અને તે મૂલ્યની રીતે 3 લાખ કરોડને વટાવી ગયા હતા.

એક અહેવાલ પ્રમાણે બીજા ક્વાર્ટરમાં 19 બેંક UPI ઇકોસિસ્ટમમાં જોડાઈ હતી. તેના પગલે સપ્ટેમ્બર 2020ના અંતે UPI સર્વિસિસમાં જોડાનારી બેંકોની કુલ સંખ્યા 174 થઈ હતી. જ્યારે એનપીસીઆઇનું ભીમ એપ 146 બેંકોના ગ્રાહકો પાસે છે. ભીમ એપના ડાઉનલોડ 13 ઓક્ટોબર 2020 સુધીમાં 15.8 કરોડથી વધુ વખત થયુ હતુ.

જોકે એનપીસીઆઇએ તાજેતરમાં વોટ્સએપને UPI સાથે તબક્કાવાર ધોરણે લાઇવ થવાની છૂટ આપી છે. તેણે બે કરોડના મહત્તમ યુઝર બેઝથી પ્રારંભ કર્યો છે. આ ઉપરાંત તેમા UPI ટ્રાન્ઝેક્શન્સમાં 30 ટકાની ટોચમર્યાદા લાગુ પડે છે, જે તમામ થર્ડ-પાર્ટી એપ પ્રોવાઇડરને લાગુ પડે છે અને તે પહેલી જાન્યુઆરી 2021થી અમલી બનશે.

રિઝર્વ બેંકે છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં ડિજિટલ પેમેન્ટ્સનો વ્યાપ વિસ્તારવામાં શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. વર્લ્ડલાઇન સાઉથ એશિયા એન્ડ મિડલ ઇસ્ટના મેનેજિંગ ડિરેક્ટર દીપક ચંદનાનીએ જણાવ્યું હતું કે, સિસ્ટમની કાર્યક્ષમતા વધશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્વીકાર્યતા વધુ મજબૂત બનશે, સાથે જ કોન્ટેક્ટલેસ, ફેસલેસ અને કેશલેસ ટ્રાન્ઝેક્શન હવે ગ્રાહકો અને વેપારીઓની મહત્ત્વની પસંદગી બન્યા છે ત્યારે તે બાબત નોંધનીય છે કે, આ બાબતનો ટ્રેન્ડ કોવિડ પહેલા શરૂ થયો હતો અને હવે તેણે વેગ પકડ્યો છે.

Leave a Reply

Your email address will not be published.