////

રાજ્યમાં કોરોનાના નવા 990 કેસ, 8 દર્દીઓનાં મોત

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે રાજ્યમાં કોરોનાના કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. કોરોનાના રાજ્યમાં નવા 990 દર્દી નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 1181 નવા દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે 8 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,24,092 દર્દીઓ રિકવર થઇ ચુક્યા છે.

રાજ્યમાં 5,10,969 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,10,854 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 115 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 10,841 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 66 છે. જ્યારે 10,775 લોકો સ્ટેબલ છે. 2,24,092 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4262 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 8 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાંથી અમદાવાદ કોર્પોરેશનના 3, બનાસકાંઠા 1, ગાંધીનગરમાં 1, સુરતમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દી સહિત કુલ 8 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.