////

ગુજરાતમાં કોરોનાના નવા 992 કેસ નોંધાયા, 5 દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર ઘટી રહ્યો છે, ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર એ છે કે, કોરોનાના નવા કેસથી રિકવર થતા લોકોની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં 1200થી વધુ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. તો રિકવરી રેટ 89.85 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવના નવા 992 કેસો નોંધાયા છે, જેમાં 5 દર્દીઓના મૃત્યુ થયા છે તેમજ 1238 દર્દીઓ રિકવર થયા છે. હાલ કુલ 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13423 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3698 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 169073 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.