//

આગામી દિવસોમાં નવી કિડની હોસ્પિટલ ખાતે 400 બેડનું કોવિડ સેન્ટર શરૂ થશે

કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેની સાથે સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. વધતા કેસોને ધ્યાને રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક બનેલી નવી કિડની હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર બનાવવાની તૈયારી રાજ્ય સરકારે કરી છે.

દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે નવી કિડની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. આગામી 30 નવેમ્બરથી કોવિડ સેન્ટર શરૂ થઇ શકે અને દર્દીઓને ખસેડી શકાય તે માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે.

સિવિલ હોસ્પિટલ નજીક આવેલી મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ આંખની નવી હોસ્પિટલ તૈયાર થતાં તેનું ઉદ્ધાટન ગત વર્ષે વડાપ્રધાન મોદીએ કર્યું હતું. હવે 500 કરોડના ખર્ચે નવી 10 માળની હોસ્પિટલ તૈયાર થઇ રહી છે. આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે 500 કરતા વધારે કિડનીઓના ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં થાય છે. હાલ નવું 10 માળનું બિલ્ડિંગ 500 કરોડના ખર્ચે તૈયાર થયું છે, જે કિડની હોસ્પિટલને સોંપવામાં આવનાર છે.

આગામી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લોકાર્પણ થવાનું છે. હાલ કોરોનાને કારણે ICU, ઓક્સિજનબેડની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. દિવાળી બાદ કેસ વધ્યા છે. જેથી સારવાર માટે મુખ્ય પ્રધાાન વિજય રૂપાણીની કોર કમિટીએ આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાય તેવું નક્કી કર્યું છે. જરૂર પડ્યે ત્રણ માળમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.