////

મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત પોલો ફોરેસ્ટમાં જાહેર રજાના દિવસ માટે લાદ્યો પ્રતિબંધ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત થયેલા ફોરેસ્ટમાં દિન-પ્રતિદિન મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા વધુ એક વાર આગામી જાન્યુઆરી સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે અંતર્ગત જાન્યુઆરી માસના તમામ તેમજ જાહેર રજાના દિવસે બહારના મુલાકાતીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.

આ તકે વણજ ડેમ સાઇટ પરથી લઇ પોલો ફોરેસ્ટ સુધીના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયું છે. આ પ્રતિબંધમાં સ્થાનિક લોકો માટે છૂટ આપવામાં આવી છે. તે સમયગાળા દરમિયાન બહારના લોકો મુલાકાત ન લે, તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે.

કોરોના સંક્રમણને કારણે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાને પગલે સ્થાનિક વિસ્તારમાં રોજગારીનો પ્રશ્ન પણ આગામી સમયમાં વિકટ બને તો નવાઈ નહીં. આગામી 31 મી જાન્યુઆરી સુધી તમામ જાહેર રજા તેમજ શનિ-રવિ ઉપર સાબરકાંઠા જિલ્લા સમાહર્તા દ્વારા પોલીસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવી છે. જે અંતર્ગત તમામ મુલાકાતીઓ માટે રજાના દિવસે પોલો ફોરેસ્ટની મુલાકાત લેવી એક ગુનો ગણાશે. આ સાથો-સાથ ગુનાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાહેરનામામાં જોગવાઇ કરાઇ છે.

જોકે પોલો ફોરેસ્ટ મીની કાશ્મીર તરીકે પ્રસિદ્ધ થઈ ચુક્યું છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેવા માટે આવે છે. ત્યારે પ્રતિબંધના પગલે લોકોએ મુલાકાત વિના પાછું ફરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સાથે કોઈ મુલાકાતી પરમિશન વિના પોલો ફોરેસ્ટમાં પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.