///

બાઈકની પાછળ બેસવાના નિયમોમાં મોટો ફેરફાર, વાંચો સરકારનો નવો નિયમ

વધતા જતા રોડ અકસ્માતને ઘટાડવા માટે ગાડીઓની બનાવટ અને તેમા મળનારી સુવિધાઓમાં સરકારે કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે સેફ્ટીને ધ્યાનમાં રાખી અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. ત્યારે કેટલાક નવા નિયમો પણ લાગૂ કર્યા છે. મંત્રાલયની નવી ગાઈડલાઈન બાઈકની સવારી કરનારા લોકો માટે જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે બાઈક ડ્રાઈવરની પાછળની સીટ પર બેઠનારા લોકોને કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે.

મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર બાઈકની પાછળની સીટની બન્ને તરફ હેન્ડ હોલ્ડ જરૂરી છે. હેન્ડ હોલ્ડ પાછળ બેસનારાની સેફ્ટી માટે છે. બાઈક ડ્રાઈવર અચાનક બ્રેક મારે તો તે તેને પકડી શકે. આ સાથે પાછળ બેસનારા લોકો માટે બન્ને તરફ પગ મુકવાનું સ્ટેન્ડ જરુરી છે. આ ઉપરાંત બાઈકના પાછળના ટાયરની ડાબી બાજૂના ભાગે ઓછામાં ઓછો અડધો ભાગ સુરક્ષિત રીતે કવર કરવામાં આવવો જોઈએ. જેથી પાછળ બેસનારના કપડા વ્હીલમાં ન આવી જાય.

મંત્રાલયે બાઈકમાં હળવા કન્ટેનર લગાવવા માટે દિશા નિર્દેશ જારી કર્યા છે. આ કન્ટેનરની લંબાઈ 550 મિમી, પહોંડાઈ 510 મિમી અને ઉંચાઈ 500 મિમીથી વધારે ન હોવી જોઈએ. જો કન્ટેનર પાછળની સવારીના સ્થાને લગાવાય છે તો ફક્ત ડ્રાઈવરને જ મંજૂરી રહેશે. મતલબ બીજું કોઈ બાઈક પર નહીં બેસે. જો પાછલી સવારીના સ્થાનની પાછળ લગાવવામાં આવે તો બીજી વ્યક્તિ બાઈક પર બેસી શકે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં સરકાર ટાયરને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ અંતર્ગત વધુમાં વધુ 3.5 ટન વજન સુધી વાહનો માટે ટાયર પ્રેશર મોર્નિટરિંગ સિસ્ટમની સલાહ આપી છે. આ સિસ્ટમમાં સેન્સરના માધ્યમથી ડ્રાઈવરને આ જાણકારી મળી છે કે ગાડીના ટાયરમાં હવાની સ્થિતિ શું છે. આ સાથે મંત્રાલયે ટાયરની સર્વિસને પણ ધ્યાનમાં લીધી છે. તેને લાગૂ કરવાથી ગાડીમાં એકસ્ટ્રા ટાયરની જરુર નહી રહે. સરકાર સમય સમય પર માર્ગ સુરક્ષા નિયમોમાં ફેરફાર કરતી રહી છે. ગત કેટલાક વર્ષોમાં માર્ગ સુરક્ષાના નિયમોને કડક કરવા પર ભાર મુકવામાં આવ્યા છે.

read also

Leave a Reply

Your email address will not be published.