/

મુંબઇ એરપોર્ટ પર ક્રિકેટર કૃણાલ પંડ્યાના સામાનને લઇ થયો મોટો ખુલાસો

રાજસ્વ જાસુસી નિર્દેશાલય (DRI)એ મુંબઇ ઇન્ડિયન્સના ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યાને ગુરૂવારે મુંબઇ એરપોર્ટ પર રોક્યો હતો. તે પોતાની સાથે ગેરકાયદેસર સામાન લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેમાં હીરા જડિત ઘડિયાળ અને અન્ય કિંમતી સામાન હતો.

મહત્વપૂર્ણ છે કે 10 નવેમ્બરની રાત્રે મુંબઇ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020નો ખિતાબ જીત્યો હતો. ખિતાબી મુકાબલામાં વિનિંગ શોટ કૃણાલ પંડ્યાના બેટમાંથી નીકળ્યો હતો.

ડીઆરઆઇના અધિકારીઓએ કૃણાલ પંડ્યા વિશેની સૂચના મળી હતી. આ આધાર પર 29 વર્ષના કૃણાલ પંડ્યાને મુંબઇ એરપોર્ટ પર રોક્યો હતો. કૃણાલ પંડ્યા પાસે હીરા જડિત બે ઘડિયાળ ઓર્ડેમર્સ પિગેટ મોડલ અને બે રોલેક્સ મોડલની હતી. કૃણાલ પંડ્યાએ બે ઘડિયાળ માટે કસ્ટમ ડ્યુટી આપી નહતી. સુત્રો અનુસાર, આ બે ઘડિયાળની કિંમત લગભગ એક કરોડ રૂપિયા છે.

સુત્રોએ જણાવ્યુ કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 12 નવેમ્બરની સાંજે આશરે 4:30 કલાકે ચાર્ટડ ફ્લાઇટથી મુંબઇ એરપોર્ટ પર પહોચી હતી. જેમાં કૃણાલ પંડ્યાની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. કૃણાલ પંડ્યા પાસેથી ઘડિયાળ જપ્ત કર્યા બાદ તેને છોડી દીધો હતો.

સુત્રોના જણાવ્યાં અનુસાર આ ઘટના અને ઘડિયાળને મુંબઇ એરપોર્ટના કસ્ટમ વિભાગની યૂનિટને સોપી દીધો છે. જો કૃણાલ પંડ્યા ઘડિયાળને લેવા માગે તો તેઓએ કસ્ટમ ડ્યુટી અને દંડ ભરવો પડશે. આ મામલે આયાતી કિંમતી ઘડિયાળ પર 38.5 ટકા કસ્ટમ ડ્યૂટી લાગી શકે છે. તે માત્ર 35 હજાર રૂપિયાની કસ્ટમ ડ્યૂટી સુધીનો સામાન ફ્રી માં લાવી શકે છે. કૃણાલ પંડ્યા ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાના મોટાભાઇ છે. કૃણાલ પંડ્યા ભારત માટે 18 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.