///

બિહારના ભાગલપુરમાં 100 લોકોથી ભરેલી હોડી પલટી, 5ના મોત

બિહારમાં આવેલા ભાગલપુરમાં 100 લોકોથી ભરેલી હોડી પલટી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે આ દૂર્ઘટનામાં 5 લોકોનાં મૃત્યું થયા છે, જ્યારે ઘણા લોકો લાપતા થયા છે.

આ દૂર્ઘટના નૌગછિયાના કરારી તીનટંગ દિયારામાં થઇ છે. જેમાં ગંગાનદીમાં આ હોડી પલટી ગઇ છે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ ખેતરમાં કામ કરનારા લોકોના કહેવા અનુસાર હોડીમાં 100 લોકો સવાર હતા. આ અંગે માહિતી મળતા SDRFની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઇ ગઇ છે. જેમાં અત્યાર સુધીમાં 5 મૃતદેહો મળ્યાં છે, જ્યારે અન્ય 15 લોકોની હાલત ગંભીર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારના ભાગલપુર જિલ્લાના નૌગછિયાના તિનટંગા કરારી ગંગા ઘાટ પર દર્શનિયા ધારામાં ગુરુવારે વહેલી સવારે અંદાજે 100 લોકોથી ભરેલી હોડી પલટી જવાની દૂર્ઘટના ઘટી છે. તો આ હોડીમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હોવાનું સામે આવ્યું છે. આ દૂર્ઘટનમાં મળતી જાણકારી પ્રમાણે 30 લોકોને બચાવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.