/

લોકડાઉનમા સમાજના રક્ષકોની સલામતી સાથે સેવા કરતું બ્રાહ્મણ દંપતી

જામનગર શહેરમાં એક બ્રાહ્મણ દંપતી  જન સૈનિક બનીને મેંદાને પડ્યું છે. લોકડાઉનમાં સેવા બજાવતા જવાનો માટે ચા પાણી પહોંચાડે છે પોતાના મોઢા પર માસ્ક પહેરી હાથ સેનિતાઈઝર થી સાફ કરી સમાજ ના રક્ષકો ની સેવા કરતા બ્રાહ્મણ ની અનોખી સેવા જોવા મળી રહી છે હાલ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિમાં પોલીસ મુખ્ય શહેરોમાં લોકોને ઘરની બહાર ન નીકળવા રોડ પર સમજાવી રહી છે. બીજી તરફ લોકડાઉનના પગલે શાકભાજી તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે ત્યારે જામનગર શહેરમાં લોકડાઉન દરમિયાન ફરજ બજાવનાર પોલીસકર્મીઓ તેમજ હોમગાર્ડઝના જવાનો માટે જામનગર શહેરમાં એક બ્રાહ્મણ દંપતી મનીષા અને દુષ્યંત ભટ્ટ જન સૈનિક બની ને મેંદાને પડ્યું છે.

હાલના સમગ્ર માનવ જાત માટે કોરોના કહેર બની તૂટી પડ્યો છે ત્યારે આપણા માટે જીવની પણ પરવા  કર્યા વગર દિવસ રાત ખડે પગે રહી સેવા બજાવનાર પોલીસકર્મી સહિત આ લોકડાઉનમા શહેર ભર મા અલગ અલગ જગ્યાએ સેવા બજાવનારાઓ માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી રહયા છે.  અને  આ દંપતી દવારા  કપોરના સ્પ્રે  છાંટી જવાનોએ પહેરેલા માસ્ક માં ફ્રેશનેસ પણ લાવવા ની કામગીરી કરવામાં આવે છે ,ત્યારે લોકો દવારા પણ આ દંપતી સેવાની ખૂબ પ્રશંસા કરી રહી છે એટલેજ લોકો બ્રાહ્મણ ને ભુદેવ કહી ચરણ  સ્પર્શ કરે છે.

Leave a Reply

Your email address will not be published.