//

ગુરુગ્રામ જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, 20 લોકો ઘાયલ

કોલકાતાથી ગુરુગ્રામ જઈ રહેલી બસ હાઈવે પર પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા હતાં. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસમાં કુલ 70 યાત્રિકો સવાર હતા.

ગુરૂગ્રામ જઇ રહેલી બસએ હાઇવે પર પલટી મારતા બસમાં સવાર 20 લોકો ઘાય થયા હોવાનું સામે આવ્યું છે. આ તકે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસનો અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ લોકો પશ્ચિમ બંગાળના કોલકાતાથી ગુરુગ્રામ હરિયાણા જઈ રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.