/

સાઉદી અરબમાં મક્કાની મોટી મસ્જિદના દરવાજા પર કારચાલકે મારી ટક્કર

સાઉદી અરબમાં શુક્રવારની મોડી રાત્રે એક વ્યક્તિએ પૂર ઝડપે કાર ચલાવતા મક્કાની મોટી મસ્જિદના બહારના દરવાજા પર ટક્કર મારી હતી. મળેલ માહિતી પ્રમાણે, આ ઘટના શુક્રવારે રાત્રે આશરે 10.30 કલાકની આસપાસ બની હતી. જેમાં વ્યક્તિએ પહેલા તો પોતાની કારથી ડિવાઇડરને ટક્કર મારી, ત્યારબાદ પણ તે વાહન ચલાવતો રહ્યો અને પછી મસ્જિદના દક્ષિણમાં સ્થિત દ્વાર પર ટક્કર મારી હતી.

જોકે કારમાં સવાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સ્થિતિ અસામાન્ય લાગી રહી છે. આ ઘટનાને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં સુરક્ષા દળના લોકો ક્ષતિગ્રસ્ત કારને ઘટનાસ્થળેથી હટાવતા જોઈ શકાય છે. સાથે જ કોરોના વાયરસ મહામારીને કારણે બંધ પડેલી મસ્જિદ હાલમાં ખોલવામાં આવી છે.

આ મોટી મસ્જિદની અંદર કાબા છે, જ્યાં મુસ્લિમ નમાજી પાંચેય સમયે નમાઝ અદા કરે છે. હાલ મસ્જિદમાં થોડા લોકોને આવવાની મંજૂરી અપાઈ છે. ચાલુ વર્ષે કોરોના વાયરસને કારણે સાઉદી સરકારે ખુબ ઓછા લોકોને હજની મંજૂરી આપી છે.

Leave a Reply

Your email address will not be published.