////

દાવો : હવે આ દેશમાં મળી આવ્યો છે કોરોનાનો નવો એક પ્રકાર

વિશ્વ ફરી એકવાર ચિંતામાં મુકાયુ છે. બ્રિટનમાં કોરાનાનો એક નવો પ્રકાર મળી આવ્યો છે. જેના પગલે લોકો ચિંતિત બની ગયા છે. ત્યારે બ્રિટન બાદ હવે દક્ષિણ આફ્રિકામાં પણ કોરોનાના નવા પ્રકારનો એક કેસ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાએ સંપૂર્ણ દુનિયાને ચિંતામાં મુકી છે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યુ હતું કે, વેક્સિન ઉપલબ્ધ થયા બાદ એક વર્ષથી ચાલી રહેલી આ જંગ ખતમ થઈ જશે. પરંતુ હવે તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે, નવા વર્ષનું સ્વાગત પણ કોરોનાના પ્રકોપના સામાચાર વચ્ચે જ થશે.

દક્ષિણ આફ્રિકામાં દર્દીઓની સંખ્યાની સાથે જ મોતના કેસ ઝડપથી વધી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો જે નવો એક પ્રકાર સામે આવ્યો છે, તે બ્રિટનમાં મળેલા નવા પ્રકારથી સંપૂર્ણ અલગ છે. વૈજ્ઞાનિક આ વાતનો અભ્યાસ કરી રહ્યાં છે કે, શું કોરોના વેક્સિન આ નવા પ્રકારથી પણ સુરક્ષા પ્રદાન કરશે? જાણવા મળી રહ્યું છે કે, ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રોજેનેકા દ્વારા વિકસિત રસી સહિત કેટલીક અન્ય વેક્સિનનું દક્ષિણ આફ્રિકામાં ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે.

દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યાં અનુસાર 501.V2 તરીકે ઓળખાતા કોરોનાના નવા પ્રકાર મામલે દેશમાં સામે આવી રહેલા સંક્રમણના નવા કેસમાં મુખ્ય છે. સરકારની મંત્રી સ્તરીય સલાહકાર સમિતિના અધ્યક્ષે ચિંતા વ્યક્ત કરી છે કે હજુ કંઇક કહેવું ઉતાવળ હશે, પરંતુ પ્રાથમિક આંકડાથી જાણી શકાય છે કે, સંક્રમણની બીજી લહેરમાં આ વાયરસ હાવી થઈ રહ્યો છે અને પહેલી લહેરની સરખામણીએ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં સંક્રમણના કેસ ઝડપથી વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published.