//

વડોદરાના પંચમુખી હનુમાનજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી

રાજ્યમાં કોરોના વાઈરસનો ખતરો હજુ સુધી ટળ્યો નથી, ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન લોકોની ભીડ ઉમટી રહી છે. જેને લઈને એ ભય સતાવી રહ્યો છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ નહી. જોકે લોકો દ્વારા કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને જ દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે દિવાળી તેમજ શનિવાર એકસાથે હોવાથી હનુમાનદાદાના મંદિરમાં લોકોની ભીડ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલું પંચમુખી હનુમાનજી મંદિરમાં લોકોની ભીડ ઉમટી પડી છે. હનુમાનદાદાના દર્શન કરવા માટે પંચનાથ હનુમાન મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. ત્યારે એવામાં કોરોનાના કહેર વચ્ચે પણ લોકોમાં કોવિડ-19ના નિયમનોનું પાલન કરવામાં આવૂ રહ્યું છે. લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ માસ્ક પહેરતા જોવા મળી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પંચમુખી હનુમાન મંદિર એ મહારાજા ગાયકવાડના સમયનું મંદિર છે.

Leave a Reply

Your email address will not be published.