/

અમદાવાદમાં કારની અડફેટે સાયકલ સવારનું થયું મોત

હાલ રાજ્યમાં તહેવારોના સમય દરમિયાન એક પછી એક અકસ્માત સર્જાઈ રહ્યા છે. રાજ્યમાં ગઈકાલનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. ત્યારે આજે અમદાવાદમાં આવેલા નેહરુબ્રિજ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં કારની સાથે સાયકલ સવાર અડફેટે આવી જતા સાયકલ સવારનું મોત નીપજ્યું છે.

આ બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે, અમદાવાદમાં આવેલા નેહરુબ્રિજ પર વડીલ સુખાકારી યોજનાની કાર પસાર થઈ રહી હતી. આ સમય દરમિયાન સાયકલ સવારને કારે અડફેટમાં લીધો હતો. આ અકસ્માતમાં સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

જોકે આ અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક પોતાની કાર મૂકીને ફરાર થઈ ગયો છે. આ બનાવને પગલે હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. તેમજ આ બનાવને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.