////

હરિયાણામાં આવેલ આ ગામના એક પરિવારે આપ્યા છે સૌથી વધુ અધિકારીઓ…

હરિયાણામાં આવેલ એક એવું ગામ કે જ્યાં નેતાઓની કોઈ પણ ઉણપ નથી. આ ગામમાં એક એવો પરિવાર રહે છે, જેમણે આ ગામને સૌથી વધુ અધિકારીઓ આપ્યા છે. મહત્વનું એ છે કે, તેમના સંતાનો તેમનાથી પણ આગળ નીકળી ગયા. આ ગામનું નામ છે બલિયાલી. બલિયાલી ગામ એ બાવનીખેડા ખંડનું સૌથી મોટું ગામ છે.

આ બલિયાલી ગામમાં આઝાદી પૂર્વે હિન્દૂ, મુસ્લિમ તેમજ અંગ્રેજ અધિકારીઓ એકસાથે વસવાટ કરતા હતા. આજે પણ આ જગ્યાએ અંગ્રેજોની કચેરીઓ આવેલી છે. વર્ષ 1914ના પ્રથમ વિશ્વ યુદ્ધમાં 418 ગામલોકોએ ભાગ લીધો હતો. આ વિશ્વ યુદ્ધમાં ગામના 18 લોકો શહીદ થયા હતા. આ લોકોની યાદમાં હાઇસ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલા પાકિસ્તાનનો એક અધિકારી આ ગામમાં આવ્યો હતો, ત્યારે તે પાકિસ્તાનમાં લોકાયુક્તના પદ પર તેનાત હતો, તેનો જન્મ પણ આ ગામમાં થયો હતો.

આ ગામમાં એક એવો પરિવાર રહે છે, જેમાં સરપંચથી લઈને વકીલ, ડોક્ટર, નેતા, આઇએએસ, આઇજી, એન્જિનિયર બધા જ ઉપસ્થિત છે. સાથે જ ગામમાં પ્રમુખ લોકો પણ છે, જેઓ ચૂંટણી પણ લડી ચૂક્યા છે. આ એવું ગામ છે, જ્યાંથી 500થી વધુ ગામલોકો દેશની સરહદ પર સેવાઓ આપી ચૂક્યા છે.

આ ગામમાં દિવંગત પામેલા 104 વર્ષના બનવારીલાલને 5 સંતાનો છે, જેમાંથી સૌથી મોટો દીકરો એક્સાઇઝ ટેક્સ ઇન્સ્પેક્ટર સહિત કોલેજ પ્રોફેસર ઉપરાંત 1988માં શિક્ષણ બોર્ડનો ડેપ્યુટી ડાયરેક્ટર રહી ચૂક્યો છે. બનવાલીલાલનો બીજો દીકરો લક્ષ્મણ બલિયાલીમાં 4 વખત પંચ, એકવાર બીડીસી રહી ચૂક્યો છે.
આ જ ગામમાં રહેતી કૃષ્ણની પુત્રી મોનીકા હાલમાં નારનૌલમાં જજ છે, જયારે બીજી પુત્રી સરકારી વકીલ તેમજ ત્રીજી પુત્રી પીએચડી કરેલ છે.

આ ઉપરાંત આ ગામમાં નેતાઓની કોઈ ઉણપ નથી. ગામના જ નંદરામ ધનિયા બે વખત ભાજપમાંથી ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડી ચુક્યા છે. આ ઉપરાંત મહેન્દ્ર ઓડ પણ હજકાંથી ચૂંટણી લડી ચૂક્યા છે. ભિવાનીના વરિષ્ઠ અધિવક્તા સોહનલાલ મક્કડ પણ બલિયાલીના જ છે, જેઓ ઇનેલોથી ચૂંટણી લડી ચૂક્યા છે. તેમના નાના ભાઈ રાજકુમાર મક્કડ જેઓ હાઇકોર્ટમાં ઉપમહાધિવક્તા છે. મુકેશ રહેજા ભિવાની કાઉન્સિલર છે, જેઓ નગર પરિષદ ભિવાનીમાં ચેરમેનની રેસમાં આગળ હતા. બલિયાલી ગામનો જ સુનીલકુમાર સેનામાં મેજરના પદ પર કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published.