//

અમદાવાદમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી અધધ… રૂપિયાનો દંડ વસૂલાયો

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેના પગલે કોરોના સંક્રમણથી બચવા માટે હાલ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે. તેમ છતાં પણ કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના ફરતા લોકો પર પોલીસ કાર્યવાહી કરી રહી છે.

અમદાવાદમાં એક તરફ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. જે ગંભીર ચિંતાનો વિષય છે. જેથી પોલીસ દ્વારા સતત આવા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં પોલીસે માસ્ક પહેર્યા વિના ફરતા 1328 લોકોને ઝડપીને તેમની પાસેથી 13.28 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

અમદાવાદ શહેરમાં રાત્રી કરફ્યુ છતાં કામ વિના રાત્રે 9 કલાક બાદ ફરવા નીકળેલા 172 લોકો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે લોકોને માસ્ક પહેરવા પ્રત્યે જાગૃત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. માસ્ક વિના ફરી રહેલા લોકોને ઝડપી પાડવા માટે શહેરના દરેક ચાર રસ્તા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરના દરેક વિસ્તારમાં ભરાતી શાક માર્કેટ સહિતના બજારોમાં પોલીસ સતત ચેકિંગ કરીને માસ્ક વિના ફરી રહેલા લોકો પર કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.