////

અમદાવાદમાં બાપુનગરના એક કોમ્પ્લેક્સમાં લાગી આગ, પાર્કિગના વાહનો બળીને ખાખ

અમદાવાદમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો હજુ પણ યથાવત છે. આજે રવિવારે વહેલી સવારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ આગ ઝપેટમાં 20 દુકાનો આવી ગઈ હતી. જેના પગલે ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝાવી હતી.

બાપુનગરના ટોલનાકા ચાર રસ્તા પાસે શ્યામ શિખર કોમ્પ્લેક્સમાં મોબાઈલ વેચવાથી લઈને રિપેરીંગની અનેક દુકાનો આવેલી હોવાથી તે મોબાઈલ હબ તરીકે ઓળખાય છે. ત્યારે કોમ્પ્લેક્સમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં કેટલીક મોબાઈલની દુકાનોની સાથે એટીએમ સેન્ટર પર આગની ઝપેટમાં આવી ગયું હતું. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને જોતજોતામાં બધે પ્રસરી ગઈ હતી. લગભગ 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી હતી. જેના પગલે દુકાનોમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

જોકે, આગ કેવી રીતે લાગી હતી તે હજી સુધી ખબર પડી નથી. ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગના પગલે કોમ્પ્લેક્સના કેટલાક વાહનો ભીષણ આગમાં બળીને ખાખ થઇ ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published.