Breaking News : પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં લાગી આગ

પોરબંદર નજીક આવેલા શુભાસનગર વિસ્તારમા લાકડા ના ગોડાઉન મા આગ લાગતા લાખો રૂપિયા ની નુકસાની થવા પામી છે શુભાસનગર વિસ્તાર માં લાકડા નું ગોડાઉન આવેલું છે જેમાં ગત મોડી રાત્રી ના અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેને કારણે સ્થાનિક લોકો માં નાસભાગ મચી ગયેલી હતી.

તાત્કાલિક ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો આગ કાબુ માં આવી તો ગઈ હતી પરંતુ આગ ક્યાં કારણોસર લાગી તેનું કારણ હજુ અકબંદ છે આગ લાગી તે ગોડાઉન માં અંદર કોઈ માણસો હતા કે કેમ આગ કેવીરીતે લાગી તેની સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ ના લોકો તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.