ગાઝિયાબાદના ટિલા મોડ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી છે. આ આગમાં વિસ્તારના 500 ઝૂંપડા ઝપેટમાં આવી ગયા.
મળતી માહિતી મુજબ કેટલીક ઝૂંપડપટ્ટીમાં ગોદામ બનાવવામાં આવ્યા હતાં. જેમાં પૉલીથિન અને વેસ્ટ મટીરિયલનો સ્ટોર કરવામાં આવતો હતો.
આગના કારણ અંગે જાણવા મળ્યુ હતુ કે વેસ્ટ મટીરિયલ સાથે કોઈ કેમિકલમાં આગ લાગતા અન્ય ઝૂંપડપટ્ટીને પણ ઝપેટમાં લીધી હતી. આગને લઇ હજુ સુધી કોઇ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
વિકરાળ આગને પગલે હાલમાં ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોચી કામગીરી શરૂ કરી છે. મહત્વનું છે કે રાત્રે અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે.