/

વલસાડની GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી આગ

શહેર નજીક આવેલી ગુંદલાવ GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

કંપનીમાં અચાનક લાગેલી આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે આસપાસના લોકોએ વલસાડ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. આ તકે ફાયરના 4 વાહનોએ આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કંપનીના વર્કરો રજા પર હોવાથી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published.