///

સોનું ખરીદવાની સોનેરી તક, ચાંદીમાં પણ થયો ઘટાડો, જાણો આજનો નવો ભાવ

આજે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આજે MCX પર સોનાનો ભાવ 47,314 પ્રતિ 10 ગ્રામ છે. જો ગોલ્ડ ફ્યૂચરની વાત કરીએ તો તે MCX પર 0.06 ટકા એટલે કે 27 રૂપિયાના ઘટાડાની સાથે 47,292 રૂપિયાના લેવલ પર છે.

જ્યારે સિલ્વર ફ્યૂચરનો ભાવ 0.19 ટકા એટલે કે 137 રૂપિયાના ઘટાડાની સાથે 70,763 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ, હાજર બજારમાં ઉચ્ચતમ શુદ્ધતાવાળું સોનું 46,900 રૂપિયામાં વેચાય છે. જ્યારે ચાંદીની કિંમત શુક્રવારે 68,475 રૂપિયા હતી.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અહીં સોનું હાજર 0.2 ટકાના ઘટાડાની સાથે 1,789.02 ડૉલર પ્રતિ ઔંસ પર હતું. ચાંદી 0.5 ટકા ઘટીને 26.74 ડૉલર પ્રતિ ઔંસ પર હતી. જ્યારે પ્લેટિનમ 0.1 ટકા ઘટીને 1,228.94 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ.

આજે 24 કેરેટ ગોલ્ડના ભાવની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 49,780 રૂપિયા છે. બીજી તરફ, ચેન્નઇમાં 48,250 રૂપિયા, મુંબઈમાં 45,370 રૂપિયા અને કોલકાતામાં 49,110 રૂપિયા 10 ગ્રામ છે.

Leave a Reply

Your email address will not be published.