///

ખેડૂત આંદોલન પર ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં BJPની હાઈ લેવલ બેઠક યોજાઇ

ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ગઇકાલે ગુરુવારે ભાજપના હેડક્વાર્ટર પર થયેલી હાઈ લેવલની બેઠકમાં સપ્ટેમ્બરમાં બનેલા ત્રણ કૃષિ કાયદાને મજબૂતાઈથી ડિફેન્ડ કરવાની સાથે ખેડૂતોનું સમર્થન એકઠું કરવાનો નિર્ણય લેવાયો છે. કહેવાયું કે વિપક્ષ અને કેટલાક સંગઠનો તરફથી ફેલાવવામાં આવેલા ભ્રમને દૂર કરતા ત્રણ કાયદાનો પાર્ટી કાર્યકર્તાઓએ મજબૂતાઈથી બચાવ કરવા માટે સતત અભિયાન ચલાવવું જોઈએ. જ્યારે દેશભરના ખેડૂતો હકીકતથી રૂબરૂ થશે તો ભ્રમ દૂર થશે. જેનાથી આંદોલનની અસર ઓછી થશે.

આ બેઠકમાં ખેડૂતો વચ્ચે જનસંપર્ક અભિયાનમાં વધુ તેજી લઇ આવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહ, કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, રેલવે પ્રધાન પિયુષ ગોયલ અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં ભાજપ હેડક્વાર્ટર પર સાંજે મહાસચિવો અને અન્ય પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત સંગઠનો સાથે થયેલી અત્યાર સુધીની વાતચીતમાં ઉઠેલા મુદ્દાની જાણકારી આપી હતી. તેઓએ ખેડૂત આંદોલનના વિભિન્ન પહેલુઓથી તમામને માહિતગાર કર્યા હતાં. ખેડૂત આંદોલનના ઉકેલ લઇ આવવાના રસ્તામાં કેટલાક ખેડૂત સંગઠનો તરફથી પેદા થયેલા પડકારો અંગે પણ જાણકારી આપી હતી.

પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રધાનો અને ભાજપના સંગઠન પદાધિકારીઓ વચ્ચે નક્કી થયું છે કે જનતા વચ્ચે ત્રણ કૃષિ કાયદાઓને મજબૂતાઈથી ડિફેન્ડ કરવાની જરૂર છે. ખેડૂત સંગઠનો તરફથી સૂચવવામાં આવેલા જરૂરી પ્રસ્તાવ પર સરકાર અમલ કરશે પરંતુ ત્રણ કાયદાને રદ કરવાની માગણી પર કોઈ વિચાર નહીં થાય. વડાપ્રધાન મોદીની ઈચ્છા મુજબ દેશભરમાં ખેડૂતો અને નાગરિકો વચ્ચે ત્રણ કૃષિ કાયદાની યોગ્ય જાણકારી આપવા માટે ચાલી રહેલા અભિયાનને વધુ તેજ કરવા પર મંથન થયું છે.

ભાજપ હેડક્વાર્ટર પર થયેલી આ ઉચ્ચ સ્તરની બેઠકમાં કહેવાયું કે અનેક ખેડૂત સંગઠનોએ ત્રણ કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. તેવામાં કાયદા અંગે દેશભરમાં યોગ્ય જાણકારી આપવાથી ધીરે ધીરે ખેડૂતોનું સમર્થન સરકારને મળશે. ભાજપ કાર્યકરોને ખેડૂતોની વચ્ચે જઈને સમર્થન મેળવવાની રણનીતિ ઉપર પણ ચર્ચા થઈ છે.

ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓએ જણાવ્યું કે અનેક ખેડૂત સંગઠનોએ કૃષિ સુધારાનું સ્વાગત કર્યું છે. ખેડૂતોએ નવા કૃષિ કાયદાના લાભ લેવાનું શરૂ કરી દીધુ છે. પાર્ટીને મહેસૂસ થયું છે કે કાયદાને લઈને ફેલાયેલા ભ્રમને મજબૂતાઈથી એન્કાઉન્ટર કરવા પડશે. અમે ખેડૂતો વચ્ચે જઈને તેમને જણાવીશું કે MSP પર સરકારી ખરીદી પહેલા કરતા વધુ થઈ રહી છે. ખરીદ કેન્દ્રોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 6 વર્ષમાં MSP દ્વારા બમણી રકમ ખેડૂતોના ખાતામાં મોકલી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 6 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. એક લાખ કરોડ રૂપિયાનું કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પણ બનાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.