////

અમદાવાદની વટવા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવાયો

શહેરના વટવા વિસ્તારમાં આવેલી GIDCની એક કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ફાયરે બ્રિગેડ કોલ જાહેર કરીને આગને કાબૂમાં લેવા મા્ટે 40થી વધુ ફાયર ટેન્કરો મંગાવ્યા હતાં. આ ઉપરાંત આસપાસના તમામ પાણી સેન્ટરોને પણ એલર્ટ કરાયા હતાં. તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ મોડ પર રખાયા હતાં

મળતી માહિતી મુજબ અમદાવાદના GIDCના ફેઝ 2માં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગ મોડી રાત્રીના લાગી હતી. આગ હાલમાં કાબૂમાં આવી ગઈ છે. કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી.

આ કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી હતી. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર સુધી સંભળાયા હતાં. ધડાકાઓ સાથે આગ લાગતા વિંઝોલ અને વટવાના નાગરિકો ભર ઉંઘમાંથી જાગી ગયા હતાં. આગને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતાં. આ સમગ્ર ઘટનાની જાણ થતાં વટવા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.