///

અમદાવાદ: સિંધી માર્કેટની 3 કાપડની દુકાનમાં લાગી હતી ભીષણ આગ, જાનહાનિ ટળી

ગઈકાલે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પાંચકુવા પાસે આવેલા સિંધી માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. સિંધી માર્કેટમાં આવેલી ત્રણ કાપડની દુકાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 7 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ તમામ ગાડીઓ દ્વારા આગને કાબુમાં લેવા અને આગ વધારે ન ફેલાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે આસપાસનાં વિસ્તારોમાં પણ કાપડની દુકાનો અને અન્ય જ્વલંતશીલ વસ્તુઓની દુકાનો હોવાનાં કારણે ફાયર સૌથી પહેલા આગ આસપાસ ન ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

મહત્વની બાબત છે કે, રાત્રિ કર્ફ્યું હોવાનાં કારણે દુકાન સુધી પહોંચવામાં ફાયર વિભાગને કોઇ જ સમસ્યા નડી નહોતી. આ ઉપરાંત દુકાનમાં કે આસપાસમાં કોઇ પણ વ્યક્તિ હાજર નહોતો. જેના કારણે કોઇ પણ પ્રકારની જાનહાની ટળી ગઇ છે. જો કે આગ ન ફેલાય તે ફાયર વિભાગ માટે સૌથી મોટો પડકાર છે.

તો બીજી તરફ રાત્રિ કર્ફ્યૂં હોવા છતા પણ મોટા પ્રમાણમાં લોકોનાં ટોળા એકત્રિત થઇ ગયા હતા. જેના કારણે પોલીસને રાત્રિ કર્ફ્યૂનું પાલન કરાવવાની પણ સમસ્યા થઇ હતી. આ દરમિયાન પોલીસે લોકોને પોતાનાં ઘરે જવા માટે અપીલ કરવી પડી હતી.

નોંધનીય છે કે, આ આગ ખૂબ જ ગીચ વિસ્તારમાં લાગી હતી. સાથે જ આ વિસ્તારમાં નાની શેરીઓમાં ગેર કાયદેસર બાંધકામ કરી દેવાતા ફાયર વિભાગને આગ બુઝાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.