///

અમદાવાદમાં જૂના વાડજમાં ભેખડ ધસી પડતા મજૂરનું થયું મોત

અમદાવાદમાં આવેલા જૂના વાડજમાં રામપીર ટેકરા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ ઝોન દ્વારા વોટર પ્રોજેક્ટની કામગીરી ચાલુ હતી. આ કામગીરી દરમિયાન ભેખડ ધસી પડ્યો હતો. જેમાં કામ કરતો એક મજૂર 10 ફૂટ જેટલો અંદર દટાઇ ગયો હતો.

આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને દટાયેલા મજૂરને બહાર કાઢીને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન હાજર ડોક્ટરોએ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે પાણીની પાઇપ લાઇનનું કામ ચાલતુ હતું જ્યાં કામ કરી રહેલા મજૂર પર ભેખડ ધસી પડતા તે દટાયો હતો. તુંરત જ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ 10 ફૂટ ઉંડા દટાયેલા મજૂરને ફાયરની ટીમે બહાર તો કાઢ્યો પણ મજૂરનો જીવ બચાવી નહોતો શકાયો. વાડજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.