હાલમાં જ અમદાવાદના કાલુપુર પોલીસ દ્વારા ત્રણ ચોરની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ‘ચીપકલી ગેંગ’નો પર્દાફાશ થયો છે. તાજેતરમાં શહેરની પાંચ દુકાનોમાં 5 લાખની ચોરી થઈ રહી જેનો ભેદ પણ ઉકેલાય ગયો છે.
શહેરના કાલુપુર પોલીસને મળેલ બાતમી પ્રમાણે ત્રણ લોકોની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. જેમાં આરોપી નૂર મહોમદ શેખ, સલમાન ખાન શેખ અને મુશરફ ઉર્ફે હાડો શેખ હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણેય આરોપી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે.
આ અંગે પુછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીઓએ તાજેતરમાં જ કાલુપુર વિસ્તારમાં પાંચેક દુકાનોમાં પાંચ લાખની ચોરી કરી હતી અને તેઓ ‘ચીપકલી ગેંગ’ના સભ્યો છે. આ આરોપીઓ ચોરીનો મુદ્દામાલ લઈને ભાગે તે પહેલા જ કાલુપુર પોલીસે તેમની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
‘ચીપકલી ગેંગ’ના સભ્યોની ખાસિયત એ છે કે, તેઓ છીપકલીની જેમ દિવાલ પર ચોંટીને ચઢવામાં માહિર હોય છે.