//

અમદાવાદમાં 900 કફ સિરપની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

યુવાધન હંમેશા કઈંક નવું- નવું કરવા માટે થનગનાટ કરતું હોય છે, પછી એ નશો હોય કે પછી કંઈક બીજી વસ્તુ. ત્યારે આવા જ ગેરમાર્ગે દોરાયેલ યુવાપેઢીના કેટકલા નબીરાઓને મોઘું ડ્રગ્સ ન મળતા અથવા તો તેમાં સમસ્યા પેદ થતાં હવે કફ સિરપના માર્ગે ચઢ્યું છે.

ગુજરાતનું યુવાધન અવળા માર્ગે ચઢી રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી યુવાનો દવાઓનો વપરાશ નશા માટે કરતા હોવાનું સામે આવ્યું છે. આ સૌથી સરળ અને સસ્તુ કફ સિરપનું વ્યસન ક્યારે યુવાનોની લાઈફ ખતમ કરી નાંખે છે તે યુવાનોને પણ ખબર હોતી નથી.

હાલમાં અમદાવાદ શહેરમાં કફ સીરપના વેચાણની આડમાં કરવામાં આવતી નશાની પ્રવૃતિનો પર્દાફાશ થયો છે. જેમાં દાણીલીમડા પોલીસે કફ સીરપનો જથ્થો ઝડપી પા઼ડ્યો છે. જેમાં પોલીસે 900થી વધુ બોટલ કબ્જે કરીને વલી મહમદ નામના આરોપીની ધરપકડ કરી છે.

આ મામલામાં સામે આવ્યું છે કે, ઝડપાયેલ આરોપી કોડેઇન સીરપનો જથ્થો ગેરકાયદે નશાની પ્રવૃત્તિ માટે લાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.