////

આજે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં સૌરવ ગાંગુલી અને જય શાહની ટીમ થશે આમને સામને

Maharashtra, Mar 14 (ANI): BCCI President Sourav Ganguly with Secretary of the Board of Control for Cricket in India Jay Amit Shah arrives to attend the Governing Council meeting for the Indian Premier League (IPL), in Mumbai on Saturday. (ANI Photo)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સભા અમદાવાદ ખાતે આવતીકાલે ગુરૂવારે યોજાશે. તે પહેલા BCCIના હોદેદારો અમદાવાદ ખાતે પહોંચી ગયા છે. અહીં સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે આજે બુધવારે બપોરે 3 કલાકે એક ફ્રેન્ડલી મેચ રમાશે. જેમાં પ્રેસિડેન્ટ 11 અને સેક્રેટરી 11 વચ્ચે ટક્કર થશે.

આ મેચમાં BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહની ટીમ આમને સામને ટક્કરાશે. આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં રમાશે.

મહત્વનું છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થનારી ડે-નાઇટ ટેસ્ટ મેચ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે. અહીં ચાર મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ રમાશે. તે સિવાય ઇંગ્લેન્ડ સિરીઝની ચોથી મેચ પણ અહીં જ રમાશે.

ઉલ્લેખનિય છે કે એક લાખ 10 હજાર દર્શકોની ક્ષમતા ધરાવનાર આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. જેમાં ભારતીય ટીમ બે ડે-નાઇટ ટેસ્ટ મેચ સિવાય 5 T-20 ઇન્ટરનેશનલ મેચ પણ અમદાવાદ ખાતે જ રમશે. મહત્વનું છે કે આ એજ સ્ટેડિયમ છે જ્યાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રેમ્પનો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો.

મહત્વનું છે કે આવતીકાલે ગુરુવારે અમદાવાદની તાજ હોટલ ખાતે BCCIની વાર્ષિક બેઠક યોજાશે. જેમાં બે નવી આઇપીએલ ફ્રેન્ચાઇઝી અને BCCIના નવા વાઇસ પ્રેસિડેન્ટ અંગેની ચર્ચા થઇ શકે છે. આ તકે આઇપીએલની 10 ટીમની ભાગીદારીને પણ મંજૂરી મળી શકે છે. જેમાં ગૌતમ અદાણી અને સંજીવ ગોએન્કા ટીમોને ખરીદવામાં રસ ધરાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.