//

રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય, લગ્ન સમારોહમાં વધુમાં વધુ 100 વ્યક્તિ જ ભાગ લઈ શકશે

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે લગ્નસમારોહની સંખ્યામાં પણ સરકારે અંકુશ લાદ્યો છે. સરકારે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે કે રાજ્યમાં જે લગ્ન સમારોહ યોજાશે તેમાં આયોજન સ્થળની કુલ ક્ષમતાના 50 ટકાથી ઓછા લોકોને જ બોલાવી શકાશે જ્યારે વધુમાં વધુ 100 વ્યક્તિ જ લગ્નમાં જોડાઈ શકશે. સરકારની નવી ગાઇડલાઇન મંગળવારની મધ્યરાત્રિથી લાગુ પડશે.

આ સાથે જ મૃત્યુ અને અંતિમ સંસ્કારની વિધિમાં પણ સરકારે સંખ્યામાં કાપ મૂકવાનો નિર્ણય ક્યો છે. સરકારના નિર્ણય મુજબ અંતિમ વિધિમાં વધુમાં વધુ 50 વ્યક્તિ ભાગ લઈ શકશે. અગાઉ આ સંખ્યા 200 સુધીની છૂટ આપવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે જેને જોતા સરકારે આકરો નિર્ણય લીધો છે. અગાઉથી અમદાવાદ, વડોદરા અને સુરત-રાજકોટમાં રાત્રિ કરર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

સરકારે અન્ય નિર્ણયમાં એવું પણ નક્કી કર્યુ છે કે જે શહેરોમાં રાત્રિ કરર્ફ્યૂ છે ત્યાં રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારના લગ્ન સમારંભ કે સત્કાર સમારંભની છૂટ આપવામાં નહીં આવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં આ કરર્ફ્યુ 7મી ડિસેમ્બર સુધી યથાવત્ત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધતા બે દિવસ માટે સંપૂર્ણ પણે કરર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું બાહર પાડીને જણાવ્યું છે કે, અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 કલાકથી સવારના 6 કલાક સુધીનું રાત્રિ કરર્ફ્યુ યથાવત રહેશે. સોમવારે સવારે 6 કલાકથી સંપુર્ણ પણે રહેલા કરર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં 1487 નવા કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મોત નિપજ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 319 નવા કેસ નોંધાયા. છે જ્યારે સુરત શહેરમાં 217 કેસ નોંધાયા છે. આ તકે સંક્રમિતોની કુલ કેસની સંખ્યા 1,98,899 પર પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published.