////

અમદાવાદ: કર્ફ્યૂના અમલને લઈને પોલીસ કમિશ્નરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને 57 કલાકનું કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના અધ્યક્ષ પદ હેઠળ કર્ફ્યૂના અમલ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં આવશ્યક સેવાઓ તેમજ છૂટછાટને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથે જ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, સેક્ટર 1-2ના જેસીપીને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંક કર્ફ્યૂને લઈને પોલીસને ખાસ કહેવામાં આવ્યું છે કે, કર્ફ્યૂનો અમલ કરાવવાની સાથે સાથે તે લોકોને સંઘર્ષમાં ઉતરવાનું ના આવે તે પણ ખાસ તકેદારી રાખવામાં આવે. આજની રાતે નવ વાગ્યાથી ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત શરૂ થઈ જશે. ત્યારે પોલીસ દ્વારા દુકાનો તેમજ રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવશે. સાથે જ વાહનોની અવરજવર પણ અટકાવવામા આવશે.

શહેરમાં કર્ફ્યૂ દરમિયાન લોકોને ઘરમાં જ રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. સાથે જ આ બેઠકમાં કર્ફ્યૂની અમલવારી અને જાહેરનામા અંગે સૂચનો અપાયા છે. તેની સાથે-સાથે પોલીસને વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને કામ કરવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.