શહેરમાં 57 કલાક લાદેલો કરફ્યુ આવતીકાલે સવારે 6 કલાકે પુર્ણ થઈ રહ્યોં છે. ત્યારે કરર્ફ્યુને લઇ આજે સાંજે 6 કલાકે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક છે. જેમાં શહેરને લઇ નિર્ણય આવી શકે છે.
ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં 57 કલાક ઉપરાંત રાજ્યના અન્ય 3 શહેરોમાં પણ રાત્રી કરર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તો બીજી તરફ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કોરોના કેસોમાં પણ ઉછાળો આવ્યો છે. તે સંજોગોમાં કરર્ફ્યુ અંગેનો આખરી નિર્ણય આજે સાંજે લેવામાં આવે તેવી શક્યતાઓ છે.
કેન્દ્ર સરકારે અનલોક માટે બહાર પાડેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઇપણ રાજ્ય પોતાની રીતે લોકડાઉન લાગુ કરી શકે નહીં. જેથી, રાજ્ય સરકાર કેન્દ્ર સાથે ચર્ચા કરી શકે છે.