//

કોરોના વાયરસથી બચવા અમરેલી નગરપાલિકા કચેરીએ જવા સેનિટાઇઝિંગ ટર્નલ માંથી પસાર થવું પડશે

અમરેલી
કલ્પેશ ખેર

કોરોના મહામારી માં અનેક લોકો બીમાર પડી રહ્યા  છે અનેક લોકો ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે  હજુ પણ કોરોના નો કોહરામ યથાવત છે ત્યારે અમરેલી નગરપાલિકા એ એક અનોખી સેનિટાઇઝિંગ ટર્નલ બનાવી છે જે ટર્નલ માંથી દરેક માણસ ને ફરજીયાત પાસ કરવી પડે તેવવી રીતે ઉપયોગ માં લેવા માં આવી રહી  છે જેથી  કોઈ પણ માણસ બહાર થી કચેરી માં આવે તો તેમાં રહેલા કોરોના વાયરસ ના જંતુ સાફ થઇ જાય  અને તેમને સેનિટાઇઝિંગ કરી નાખવા માં આ ટર્નલ મહત્વ ની ભૂમિકા ભજવે છેઅમરેલી નગરપાલિકા એ બનાવેલી સેનિટાઇઝીગ ટર્નલ નો ઉપયોગ કરવા પાલિકા સતાધીસો એ આહવાન કર્યું છે આ ટર્નલ માંથી પાસ થતા જ કોઈ પણ માણસ ને પાંચ સેકન્ડ માં સેનિટાઇઝ કરી દેવા માં આવે છે આ ટર્નલ નો ઉપયોગ સતત કરવા માં આવી રહ્યો  છે ટર્નલ બનાવવા માટે અમરેલી ના બે કારીગરો ની મદદ લેવા માં આવી હતી ટર્નલ  માંથી પાસ થનાર કોઈ પણ વ્યક્તિ પાંચ સેકન્ડ માં સેનિટાઇઝ થઇ જાય છે અને દર વિસ મિનિટે એક લીટર સેનિટાઇઝ  નો વપરાશ આ ટર્નલ માં થાય છે  ટર્નલ માંથી પસાર થતા કોઈપણ માણસ આરામ થી સેનિટાઇઝિંગ થઇ ને બહાર નીકળે છે હાલ ની  કોરોના મહામારી માં લોકો ને જાગૃત કરવા પાલિકા એ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે અને  અન્ય કચેરીઓ એ પણ આવી એક ટર્નલ રાખવી જોઈ એ તેથી આવાં જવાન કરતા કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો ફરજીયાત સેનિટાઇઝ થઇ  ને જ નીકળે અમરેલી ના બે કારીગરો એ માત્ર 48 કલાક માંજ આ ટર્નલ બનાવી પાલિકા ને સોંપી હતી 

ટર્નલ ની ખાસિયત

1 લીટર સેનિટાઇઝર 20 મિનિટ ચાલે
5 સેકન્ડ માં કોઈપણ માણસ સેનિટાઇઝ થઇ શકે
બે કારીગરો એ બે દિવસ ના 48 કલાક માં જ  બનાવી ટર્નલ

ફાયદા શું

કોઈપણ માણસ કચેરી ની અનાદર બહાર જાય તો ફરજીયાત સેનિટાઇઝર ટર્નલ  માંથી જ પસાર થઇ ને જવું પડે તેથી  કોઈપણ વ્યક્તિ  ને ચેપ ના લાગે
સીકોરોના વાયરસ ચેપ ને અટકવવા મહત્વ નું  કામ સેનિટાઇઝિંગ ટર્નલ ની મહત્વ ની ભૂમિકા
કચેરી માં આવતા કર્મચારીઓ કે અરજદારો પણ ટર્નલ માંથી પસાર થાય  એટલે અન્ય લોકો ને બીમારીનો ભય નહીં

Leave a Reply

Your email address will not be published.