////

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં બનશે નવો મીની સ્વીમિંગ પુલ

રાજકોટનું જાણીતું સ્થળ એવું રેસકોર્ષ મેદાનમાં રહેલી હયાત રમત ગમતની સુવિધા અને અન્ય ઘણી નવી સુવિધા ઉભી કરવા મહાપાલિકાએ તૈયારી કરીને ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરાવી દીધી છે. રેસકોર્ષમાં પ્રેકટીસ માટે નાનો સ્વીમીંગ પુલ બનાવવાથી માંડી પેરેન્ટસ માટે વ્યુઇંગ ગેલેરીના આયોજન તથા મેળાના મેદાનને હરીયાળી અને અન્ય આકર્ષણથી નયનરમ્ય બનાવવા નકકી કરવામાં આવ્યાનું આજે ભાજપના પદાધિકારીઓએ જાહેર કર્યુ છે.

ઉપરાંત મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે શહેરના રમતવીરોને આગળ વધી શકે અને રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાએ શહેરનું નામ રોશન કરે તે માટે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકુલમાં ઇન્ડોર સ્ટેડીયમ હોકી, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ પોર્ટ, અદ્યતન એથ્લેકટીક ટ્રેક, ટેનીસ કોર્ટ, જીમ્નેશીયમ વિગેરે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાયેલ છે.

રેસકોર્ષ ખાતેના જુદા જુદા પ્રોજેક્ટમાં સુધારા-વધારા અને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટેનું આયોજન હાથ ધરેલ છે. જેમાં, રૂ.10.42 કરોડના ખર્ચે જુદા જુદા કામો આર્ટ ગેલેરી રીનોવેશન, ઇન્ડોર સ્ટેડીયમમાં વૂડન ફલોરીંગનું કામ, હોકી અને ફૂટ બોલ ગ્રાઉન્ડ વચ્ચે વ્યુંઈંગ ગેલેરી બનાવવાનું કામ, વિજ્ઞાન ભવન કોમ્યુટર સેન્ટર અને પ્લેનેટોરિયમમાં રીનોવેશન કરવાનું કામ, વરસાદી પાણીના નિકાલ માટે ઓપન ગટર બનાવવાનું કામ, લોકમેળાના ગ્રાઉન્ડમાં બ્યુટીફિકેશનનું કામ, રેસકોર્ષ રીંગ રોડ ફરતે હયાત એમ.એસ.ગ્રીલ ને કલર કરવાનું કામ, વોલીબોલ કોર્ટ બનાવાવનું કામ નકકી કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.