//

એર ઈન્ડીયાની ફ્લાઈટમાં પ્રવાસીએ પોતાને જ ત્રાસવાદી કર્યો જાહેર

એક મુસાફરએ દિલ્હીથી ગોવા જઇ રહેલી ફલાઈટમાં પોતાને ત્રાસવાદી હોવાનું જાહેર કરતાં અફડાતફડી મચી જવા પામી હતી. જોકે વિમાની કર્મચારીઓએ તેને પ્રારંભમાં અંકુશ રાખ્યા બાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડીંગ કરીને પોલીસને સુપ્રત કરી દીધો હતો.

એર ઇન્ડીયાની આ ફલાઈટ ગઇકાલે દિલ્હીથી ગોવા જવા નીકળી હતી, ત્યારે વિમાનમાં સફર કરી રહેલા એક પ્રવાસી જેનું નામ ઝીયા ઉલ હક્ક બતાવાયું છે. તેણે પોતે ત્રાસવાદી હોવાનું કર્મચારીઓને જણાવતા જ ઉડાનમાં જ જબરો તનાવ વ્યાપી ગયો હતો. જો કે મુસાફરો અને વિમાનીના કર્મચારીઓએ આ મુસાફરને ચાલાકીપૂર્વક સંયમમાં રાખ્યો હતો અને પણજી એરપોર્ટ પર જાણ કરતાં જ અહીં વિમાનના લેન્ડીંગ સાથે પોલીસ વિમાનમાં ધસી ગઇ હતી અને તેને ઝડપી લીધો હતો.

જોકે બાદમાં આ મુસાફર માનસિક રીતે અસ્થિર જાહેર થયો છે. તે દિલ્હીમાં ઇન્સ્ટીટયુટ હ્યુમન બિહેવીયર એન્ડ એલાઈડ સાયન્સમાં સારવાર પણ લઇને આવ્યો હોવાનું જાહેર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.