//

કૌન બનેગા કરોડપતિ વિવાદમાં, શો મેકર્સ અને અમિતાભ બચ્ચન વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ

લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ વિવાદોમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શોના મેકર્સ અને અમિતાભ બચ્ચન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે.

મહારાષ્ટ્રના એક ભાજપ ધારાસભ્યએ મંગળવારે અમિતાભ અને KBC વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. ફરિયાદકર્તા અભિમન્યુ પવાર લાતૂર જિલ્લાના ઔસાથી ધારાસભ્ય છે.

લાતૂરના SP નિખિલ પિંગલેને કરવામાં આવેલી ફરિયાદમાં અભિમન્યુએ જણાવ્યું કે ‘કૌન બનેગા કરોડપતિ’માં શુક્રવારે પ્રસારિત કરવામાં આવેલા કર્મવીર એપિસોડમાં અમિતાભ બચ્ચન દ્વારા એક પ્રશ્ન માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

પવારે પોલીસ ફરિયાદની બે પેજની કોપીની ટ્વીટ કરતા લખ્યું કે,

“હિંદુઓને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને બુદ્ધ અને હિન્દુઓને એકબીજાથી અલગ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે ઘણા સમયથી સાથે રહી રહ્યા છે.”

પવારે તેને કરેલી પોલિસ ફરિયાદમાં જણાવ્યું કે બધા ચાર વિકલ્પ હિંદુ ધર્મ સંબંધિત છે. તેથી સ્પષ્ટ થાય છે કે આ પ્રશ્ન પાછળનો હેતુ હિંદુઓની ભાવનાઓને દુભાવવાનો હતો.

પવારે જણાવ્યું કે આ પ્રશ્ન એ સંદેશ આપે છે કે હિંદુ ધાર્મિક ગ્રંથ સળગાવવા અને હિંદુઓ અને બુદ્ધ ધર્મના અનુયાયીઓ વચ્ચે દુશ્મનાવટ કરવા માટે છે. આ કેસમાં સોની એન્ટરટેઇનમેન્ટ તરફથી પ્રતિક્રિયાની રાહ જોવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે જે એપિસોડનો ઉલ્લેખ ફરિયાદ કોપીમાં કર્યો છે તેમાં સોશિયલ એક્ટિવિસ્ટ બેજવાડા વિલ્સન અને એક્ટર અનૂપ સોની અમિતાભ સામે હોટસીટ પર બેઠા હતા. જે પ્રશ્નનો ઉલ્લેખ થયો છે તે 6 લાખ 40 હજારા રૂપિયા માટે પૂછવામાં આવ્યો હતો. જુઓ એ પ્રશ્ન શું હતો એ

પ્રશ્ન : 25 ડિસેમ્બર 1927, ડો.બી.આર.આંબેડકર અને તેમના અનુયાયીઓએ કયા ગ્રંથની નકલો સળગાવી?

પ્રશ્ન માટેના આપેલા વિકલ્પો : A-વિષ્ણુ પુરાણ, B-ભગવદ ગીતા, C-ઋગ્વેદ, D-મનુસ્મૃતિ.

પ્રશ્ન પછી અમિતાભ બચ્ચને જણાવ્યું કે,

“1927માં આંબેડકરે પ્રાચીન હિંદુ ગ્રંથ મનુસ્મૃતિની વૈચારિક રીતથી જાતીવાદ ભેદભાવ અને અશ્પૃશ્યતાને ઉચિત જણાવતા તેની નકલો સળગાવી હતી.”

આ સવાલને લઇને ધારાસભ્યએ શો ના મેકર્સ અને અમિતાભ બચ્ચન વિરૂદ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરી છે.

Leave a Reply

Your email address will not be published.