////

રાજકોટમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે પોલીસ પરેડ યોજાઈ

આજે સરદાર પટેલની 145મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ પોલીસે પરેડ યોજી હતી. જેમાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઊજવણીના ભાગરુપે નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે રાજકોટ બહુમાળી ભવને સરદાર સાહેબની પ્રતિમા ખાતેથી પરેડને લીલી ઝંડી આપી હતી.

આ કાર્યક્રમના પ્રારંભમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરીને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવડાવ્યા હતા. આ પ્રતિમા પાસે આવેલા સરદાર સરોવરના મોડેલની પણ તેમણે પ્રશંસા કરી હતી.

નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજકોટના પોલીસ અને ટ્રાફિકના જવાનો પરેડના માધ્યમથી દેશભકિત, એકતા અને સલામતીનો જોમ અને જુસ્સો પૂરા પાડશે તે ગૌરવની વાત છે. આપણે આપણી આંતરિક સલામતીને પણ વધુ મજબુત બનાવીને બહાદુરીપૂર્વક તેને નિભાવવી જોઇએ. આપણી આતંરરાષ્ટ્રીય સરહદો પણ સલામત રહે તેવી શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કલેકટર રેમ્યા મોહન, સયુંકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, પોલીસ અધિક્ષક બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર સહિત આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.