/

કોરોનાના કહેરને લઇ ખાનગી શાળા એસો. એ બેઠક બોલાવી શું કર્યો નિર્ણય જાણો

કોરોના વાયરસના કારણે અમદાવાદના ખાનગી શાળાના એસોસીએશન ઓફ પ્રોગ્રેસીસ સ્કુલે ઇમરજન્સી મિટીંગ બોલાવી છે. જેમાં શાળા અંગે મહ્તવપૂર્ણ નિર્ણય થશે. દેશભરમાં અનેક જગ્યાએ શાળા અને કોલેજો થોડા દિવસ માટે બંધ રાખવામાં આવી છે. પરંતુ રાજયમાં શિક્ષણ વિભાગે આવી કોઇ જરૂર લાગી નહોતી જેથી ગુજરાતની શાળા-કોલેજો ચાલુ જ રાખી હતી.

પરંતુ અમદાવાદના સેટેલાઇટ વિસેતારમાં આવેલી  ઉદગમ અને ઝેબર સ્કુલ ૩૧મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આજે ખાનગી શાળાનાં એસોસીએશન ઓફ પ્રોગેસીસ સ્કુલે ઇમરજન્સી મીડિંગ બોલાવી છે. જેમાં શાળા બંધ રાખવા માટેની ચર્ચાઓ કરવામાં આવશે અને બાદમાં શાળાઓ ચાલુ રાખવી કે થોડા દિવસ બંધ રાખવી તે અંગે નિર્ણયો લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.