////

રાજ્યના આ શહેરમાં કોરોના વેક્સિન લગાવવા પર મળી રહ્યું છે વિનામૂલ્યે ભોજન

દેશ સહિત રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે, ત્યારે કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે દેશ સહિત રાજ્યમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ અભિયાન હેઠળ મોટી સંખ્યામાં લોકોએ કોરોના વેક્સિન લગાવી છે. ત્યારે વધુને વધુ લોકો કોરોના વેક્સિન લગાવે તેવી અપીલ રાજ્ય સરકરા તેમજ તંત્રી દ્વારા કરવામં આવે છે. આ વચ્ચે રાજકોટની એક સંસ્થા દ્વારા કોરોના વક્સિનેશન સેન્ટર પર આવીને કોરોના વિરોધી વેક્સિન લેનારા લોકોને મફત ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

કોરોનાની વેક્સિન લગાવવનાર વ્યક્તિને અહીં વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. આ અંગે આયોજકે જણાવ્યું કે, અમે કોરોના વેક્સિનેશન સેન્ટર પર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પૂરુ પાડી રહ્યાં છીએ. જેથી લોકોને ઘરે જઈને કામ કરવાની ચિંતા ના રહે અને વેક્સિનનો ડોઝ લીધા બાદ તેઓ આરામ પણ કરી શકે.

નોંધનીય છે કે, કોરોના વેક્સિન લેવા તરફ વધુને વધુ લોકો પ્રોત્સાહિત થાય તે અર્થે રંગાલા રાજકોટવાસીઓ નવતર પ્રયોગ હાથ ધરે છે. જેમાં તાજેતરમાં સોની સમાજ તરફથી પણ વેક્સિનેશન માટે લોકોને પ્રેરિત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેક્સિન લેનારા લોકોને સોનાની ગિફ્ટ આપવામાં આવી રહી છે. જો કોઈ મહિલા કોરોના વિરોધી વેક્સિન લે, તો તેને નાકમાં પહેરવાની ચુની અને પુરુષને વેક્સિન લીધા બાદ હેન્ડ બ્લેન્ડર ગિફ્ટમાં આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.