/

એસટીના નિવૃત કર્મચારીનું ગળું દબાવી છરીનો ઘા ઝીકી રહેંસી નાખ્યા

રાજકોટ શહેરમાં વધતી જતી ગુનાખોરી અટકાવવામાં પોલીસ સદંતર નિષ્ફળ નીવડી રહી છે ત્યારે જાન્યુઆરી મહિનાના અપહરણના બનાવમાં જેલહવાલે થયા બાદ સમાધાન થતા મુક્ત થયેલા ભગવતિપરાના શખ્સે ત્રણ મિત્રોની મદદથી ફરિયાદનો ખાર રાખી આંબેડકરનગરમાં રહેતા નિવૃત એસટીના કર્મચારીના ઘરમાં ઘુસી છરીનો એક ઘા ઝીકી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી જો કે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી સગીર સહીત ત્રણ આરોપીઓને ઝડપી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા એસટીના નિવૃત કર્મચારી કરશનભાઇ નથુભાઈ મકવાણા નામના 65 વર્ષીય વૃદ્ધને સાંજે 108 મારફતે સિવિલ હોસ્પિટલે ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો ઘટનાની જાણ થતા માલવીયાનગર પીઆઇ ચુડાસમા અને ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા અને હત્યાના બનાવ અંગે પૌત્રી સ્નેહાની ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા પ્રમાણે મૃતકને સંતાનમાં બે દીકરાઓ છે મહેન્દ્ર અને જીતેન્દ્ર જે પૈકી જીતેન્દ્રનું આઠેક વર્ષ પહેલા મર્ડર થયું હતું તેની બે દીકરીઓ સ્નેહા અને સોનુ બંને આ દાદા સાથે રહેતી હતી અને ભણતી હતી.

જાન્યુઆરી મહિનામાં સોનુ જે સગીર હોય તેનું પ્રનગર વિસ્તારમાંથી અપહરણ થયું હતું જેમાં આરોપી તરીકે ભગવતીપરાના જય પ્રકાશનગરમાં રહેતા સુરેશ ઉર્ફે વિસુ મોહનભાઇ મુછડીયાનું નામ હતું જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો અને બાદમાં છૂટી જતા તેણે આ અંગે સમાધાન કરી લીધું હતું પરંતુ ફરિયાદ કર્યાનો ખાર રાખી સુરેશ તેના અન્ય 3 સાગરીતો સૂરજ ઉર્ફે સુરીયો અનિલભાઈ અજરણદાસ ચૌહાણ તથા બે મિત્રોને લઈને સાંજે ઘરે ગયો હતો અને ઘરમાં ઘુસી સુરજે ગળું પકડી રાખી અન્ય બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારી સુરેશે છરીનો એક ઘા સાથળમાં ઝીકી દીધો હતો કરશનભાઈએ દેકારો કરતા અંદરના રૂમમાં વાંચતી સ્નેહા દોડીને બહાર આવી હતી અને દાદાને બચાવવા વચ્ચે પડતા તેને પણ છરીનો ઘા મારતા તેને હાથની આંગળીમાં ઇજા થઇ હતી.

તમામ હુમલાખોરો નાશી છૂટ્યા હતા માલવીયાનગર પીઆઇ ચુડાસમા, પીએસઆઇ જે એસ ચંપાવત, પરેશભાઈ જરિયા, વેલુભા ઝાલા, અરુણભાઈ બામ્ભણીયા, દિગપાલસિંહ જાડેજા, ભાવિનભાઈ ગઢવી, યુવરાજસિંહ જાડેજા, ભાવેશભાઈ ગઢવી, હરપાલસિંહ જાડેજા, મશરીભાઇ ભેટારીયા અને દેવાભાઇ ધરજીયા સહિતનાઓએ રાતોરાત સુરેશ, સૂરજ અને એક સગીર સહીત ત્રણને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને નાશી છૂટેલા વધુ એકની શોધખોળ હાથ ધરી છે. 5 ભાઈ 2 બહેનમાં વચેટ હતા. એસ્ટીમ નિવૃત થયા બાદ હત્યાનો ભોગ બનેલા દીકરાની બંને દીકરીઓની સાર સંભાળ રાખતા કરશનભાઇ મકવાણા 5 ભાઈ અને 2 બહેનોમાં વચેતી હોવાનું જાણવા મળ્યું છે

Leave a Reply

Your email address will not be published.