/

પાટનગર ગાંધીનગરમાં પૂલ ટેબલ રમતા ખેલાયો લોહિયાળ ખેલ

ગાંધીનગરના રાયસણ ગામ ખાતે ગેમ રમવા આવેલા યુવકો ના બે જૂથ વચ્ચે હંગામો થયો હતો, ગેમ રમતા અવાજ ઓછો કરવાનું કહેતા યુવકોએ અન્ય જૂથના યુવકો પર જીવલેણ હુમલો કર્યો, બે જુથો વચ્ચે થયેલી મારામારીમાં ત્રણ યુવકોને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જે અંગે ઇન્ફોસિટી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ હુમલો કરી ફરાર થયેલા ત્રણ મુસ્લિમ યુવકોના નામ સામે આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની ધરપકડ માટે ની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વની વાત એ છે કે ગેમ રમવા આવેલા યુવકોની ગાડીમાં હથિયાર ક્યાંથી આવ્યા કારણ કે સામાન્ય બોલાચાલી બાદ પર આરોપીઓએ ગાડીમાંથી હથિયાર કાઢી જીવલેણ હુમલો કર્યો હતો. જેથી પોલીસે આ બનાવને ગંભીરતાથી લઇ આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.