///

આંધ્ર પ્રદેશના કુરનૂલમાં માર્ગ અકસ્માત સર્જાયો, 4 બાળકોના મોત

આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં નેશનલ હાઇવે પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર માર્ગ અકસ્માતમાં ચાર બાળકોના મોત નિપજ્યાં છે.

ધાર્મિક સમારોહમાં સવારની પ્રાર્થના માટે 40 લોકો યારગુંટલાથી પગપાળા જઇ રહ્યા હતાં તે દરમિયાન એક બેકાબુ બનેલી લારી આ ભીડમાં ઘુસી જતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જે દુર્ઘટનામાં ચાર બાળકોના મોત નિપજ્યાં છે જ્યારે આ ઘટનામાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્તમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ચાલકે ભીડમે જોઇને લારી રોકી નહતી અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે સ્થાનિકોએ ચાલકને દબોચી લીધો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.