/

ગરીબો માટે આવેલા અનાજને બજારમાં વેચી મારવાનો કૌભાંડ ઝડપાયું

કોરોના વાયરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનના પગલે તંત્ર દ્વારા લોકોને ઘર રહેવાની અપીલ કરાઈ રહી છે. જ્યારે બીજી બાજુ તંત્ર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે અન્ય લોકો ગરીબ અને શ્રમિક પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે સાથે જ ગરીબો સુધી અનાજ તેમજ ભોજનની કીટ પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરમાં પોલીસ ચેકિંગ દરમિયાન ટેમ્પોમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.જો કે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા નડીયાદના સરકારી ગોડાઉનમાંથી ગરીબો માટે અનાજનો લાવી તેને બ્રાન્ડેડ થેલીમાં પેક કરી બજારોમાં વેચી મારવાનું કૌંભાડ ઝડપાયું હતું. લોકડાઉનના પગલે સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે ત્યારે કેટલાક બેજવાબદારો આ સમયનો આર્થિક રીતે લાભ ઉઠાવી રહ્યા છે. નડીયાદ પોલીસે ટેમ્પો ચાલક સાથે ગોડાઉનના માલિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published.