////

અમદાવાદમાં કોરોનાનો કહેર, સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછત સર્જાઈ

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ જીવલેણ કોરોના વાઈરસે અજગરી ભરડો લેતા પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના કોરોનાના વધુ કેસ અમદાવાદ તેમજ સુરત શહેરમાં નોંધાયા છે. આ વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજ 50થી વધુ દર્દીઓ સારવાર અર્થે દાખલ થઈ રહ્યાં છે. જેના પગલે હોસ્પિટલની 1276 બેડ ભરાઈ ગા છે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની પણ અછત સર્જાઈ છે.

કોરોનાની ભયાનક સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા દર્દીઓને તાત્કાલીક ધોરણે સારવાર મળી રહે તે માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી કુલ 70 ડૉક્ટરોને અમદાવાદમાં બોલાવવાની ફરજ પડી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાંથી સાધન સામગ્રી ઉપરાંત તબીબોને પણ અન્ય શહેરોમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા.

અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાની સ્થિતિ વણસી છે. રોજિંદા પોઝિટિવ કેસો નવો રેકોર્ડ તોડી રહ્યાં છે, ત્યારે અમદાવાદ સિવિલમાંથી અન્યત્ર મોકલવામાં આવેલા વેન્ટિલેટર સહિત ઑક્સિજનની ટેન્કો પણ અમદાવાદ પરત લાવવા પડ્યાં છે. આ સિવાય સુરત, જામનગર, ભાવનગર, વડોદરા અને રાજકોટથી ડૉક્ટરોને ડેપ્યુટેશન પર અમદાવાદ બોલાવીને સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ વધારવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.