///

મુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી, આકાશ અને શ્લોકાના ઘરે થયો પુત્રનો જન્મ

દેશના ટોપ બિઝનેસમેન મુકેશ અંબાણી દાદા બની ગયા છે. તેમના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ ગુરૂવારે સવારે 11 કલાકે પુત્રને જન્મ આપ્યો છે. આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતાં. તેમના લગ્નની ચર્ચા દેશ વિદેશમાં થઇ હતી.

ઉલ્લેખનિય છે કે ગત વર્ષે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે લગભગ 620 કરોડ રૂપિયામાં બ્રિટનના રમકડા બ્રાંડ હૈમલેજ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને ખરીદી હતી. ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી કે મુકેશ અંબાણી પોતાના પૌત્ર માટે પહેલાંથી જ રમકડાં એકઠા કરી રહ્યાં છે.

કોરોનાકાળના મુશ્કેલભર્યા દૌરમાં જ્યારે દેશ-દુનિયાની કંપનીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. ત્યારે રિલાયન્સ ગ્રુપના રિલાયન્સ જિયોએ પોતાની ભાગીદારી વેચીને લગભગ પાંચ લાખ કરોડ રૂપિયા એકઠા કરી નફો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.