//

આજે કોંગ્રસેની વિશેષ સમિતિની બેઠક યોજાશે

બિહાર વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ વિશેષ સમિતિની આજે મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજશે. જો કે, આ બેઠકનો હેતુ સ્પષ્ટ થયો નથી. આ બેઠકમાં વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે.

મંગળવારે યોજાનારી કોંગ્રેસની વિશેષ સમિતિની બેઠકમાં પ્રમુખ પદ અંગે ચર્ચા થઈ શકે છે. મળતી માહિતી મુજબ પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા ડિસેમ્બરમાં શરૂ થશે. આજે સાંજે 5 કલાકે આ બેઠક યોજાશે.

આ બેઠક એવા સમયે યોજાઇ રહી છે, જ્યારે ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસમાં સમીક્ષાનો મુદ્દો ઉભરી રહ્યો છે. કપિલ સિબ્બલે કોંગ્રેસના 23 નેતાઓમાંથી એક કે જેમણે સોનિયા ગાંધીને પક્ષ સુધારણાની માગ માટે પત્ર લખ્યો હતો. તેઓએ હારની સમીક્ષાની માગ કરી છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતથી લઈને દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરી સુધી કોંગ્રેસના નેતાઓ સિબ્બલ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે હાલમાં જ યોજાયેલી બિહારની ચૂંટણીઓમાં કોંગ્રેસ 70 બેઠકોમાંથી માત્ર 19 બેઠકો જીતી શકી હતી. આ ઉપરાંત કોંગ્રેસને મધ્ય પ્રદેશ પેટા-ચૂંટણીમાં 28માંથી માત્ર 9 બેઠકો મળી હતી. કર્ણાટકની બે વિધાનસભા બેઠકો અને ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી.

Leave a Reply

Your email address will not be published.