////

આવતીકાલે ઇ-લોકાર્પણ થનારી હોસ્પિટલની જુઓ વિશેષતા, તમે પણ જાણી દંગ રહી જશો

વડાપ્રધાન મોદી આવતીકાલે ઇ-લોકાર્પણ દ્વારા યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટનું ઇ-લોકાર્પણ કરશે. ત્યારે આ હોસ્પિટલમાં કઇ કઇ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે તે જુઓ.

સુવિધા

આવતીકાલે 24મી ઓક્ટોબરના રોજ ઇ-લોકાર્પણ થનારી યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટમાં બાળ હ્યદયરોગ હોસ્પિટલમાં 15 કાર્ડિયાક ઓપરેશન થીયેટર, 5 કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડીયાક ઓપરેશન થીયેટર સાથેની કેથલેબ, 176 બાળકો અને સર્જીકલ / મેડીકલ આઇ.સી.સી.યુ. બેડ, 355 એડલ્ટ માટેના સર્જીકલ મેડીકલ આઇ.સી.સી.યુ, 114 હ્યદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડ, 505 એડલ્ટ માટેના કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દર્દીઓ માટે જનરલ વોર્ડ, 67 સ્પેશીયલ રૂમ અને 34 આકસ્મિક કાર્ડિયાક કેર ડિપાર્ટમેન્ટથી સજ્જ છે.

આ હોસ્પિટલની બિલ્ડીંગ ઇન્ફોરમેશન મોડલીંગ (BIM) ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવી છે. ઊર્જા સંરક્ષણમાં ગ્રીહા (GRIHA) દ્વારા ૩ સ્ટાર રેટીંગ મળ્યા છે. આ હોસ્પિટલમાં પાણી અને અન્ય સ્ત્રોતના વપરાશ માટે STP AND WTP પ્લાન્ટથી સુસજ્જ કરવામાં આવી છે.

આ હોસ્પિટલમાં અન્ય કોઇ હોસ્પિટલમાં જોવા ન મળે તેવી અત્યાધુનિક પિડીયાટ્રીક કેથલેબ અને મોડ્યુલર કાર્ડિયાક ઓપરેશન થીયેટર કાર્યરત કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત હાઇ ફ્રીકવન્સી વેન્ટીલેટર્સ મુકવામાં આવ્યા છે. નાઇટ્રીક ઓકસાઇડ ડીલીવરી સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. M-NICU (mother-neonatal) અને માતૃધાવણ બેંક કાર્યરત કરવામાં આવી છે. તેની સાથે કાર્ડીયાક રીહેબીલીટેશન વિભાગ, ઇમેજીંગ સેન્ટર, 450 થી વધારે ટુ વ્હીલ અને 350થી વધારે ફોર વ્હીલ પાર્ક કરી શકાય તેવી પાર્કીંગ ફેસીલીટી ઉભી કરવામાં આવી છે.

આ હોસ્પિટલમાં ફાયબર ટેકનોલોજી આધારીત 35 જેટલા ઇન્ટ્રા એરોટીક બલુન પંપ કાર્યરત કરાવવામા આવ્યા છે. જે દર્દીઓમાં પૂરતી ઓક્સિજન જરૂરિયાત અને કાર્ડિયાક આઉટપુટમાં સુધારો લાવવામાં મદદરૂપ બનશે. 12 જેટલા હ્યદય અને ફેફસાના મશીન હિટર અને કુલર યુનિટ સાથે કાર્યરત કરાવવામાં આવ્યા છે, જે સર્જરી વખતે અત્યંત મદદરૂપ બની રહેશે. હોસ્પિટલમાં અલ્ટ્રાસોનીક કટીંગ અને કોગ્યુલેશન સીસ્ટમ કાર્યરત કરાવવામાં આવી છે, જે આર.એફ. એનર્જીની મદદથી સોફ્ટ ટીસ્યુ અને વેસલ સીલીંગમાં મદદરૂપ બની રહેશે.

અન્ય મશીનરીમાં 4 એક્મો સીસ્ટમ, એક VATS સીસ્ટમ, 2 એન્ડોસ્કોપીક વેઇન હાર્વેસ્ટિંગ સીસ્ટમ, એક ૩-ડી મેપીંગ સીસ્ટમ, ન્યુમેટીંગ ટ્યુબ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ, પોર્ટેબલ 2-ડી ઇકો અને કલર ડોપ્લર જેવી વિવિધ અત્યાધુનિક મશીનરીથી સજ્જ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.