/

Breaking News : અમદાવાદમાં પણ કોરોનાનો કેસ નોંધાયો ?

કોરોના વાયરસનો કહેર હવે ગુજરાતમાં પ્રવેશી ચૂકયો છે. જેમાં ગુજરાતનાં રાજકોટ સુરત બાદ હવે અમદાવાદ શહેરના પ્રહલાદનગરમાં કોરોનાનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. જોકે હજુ સુધી અમદાવાદના કોરોનાના કેસની સત્તાવાર જાહેરાત થઇ નથી. સેટેલાઇટ વિસ્તારની એક યુવતી અમેરિકાના ન્યુયોર્કથી અઠવાડિયા પહેલા જ ભારત પરત ફરી હતી. જોકે સરકારે એરપોર્ટ પર બહારથી આવતા મુસાફરોનું સ્કિનિંગ ફરજીયાત કરી દીધુ છે. જેથી ન્યુયોર્કથી અમદાવાદ પરત ફરેલી આ યુવતીની પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ બે દિવસ બાદ યુવતીમાં કોરોનાના લક્ષણો જોવા મળયા હતાં. જેથી હોસ્પિટલમાં યુવતીની તપાસ કરાવવામાં આવી હતી. પરંતુ હજી સુધી આ મામલે સત્તાવાર જાહેરાત થઇ નથી. જેથી શહેરમાં કોરોનાનો ફફડાત જોવા મળી રહ્યો છે.

સુરતની પણ એૅક યુવતી લંડનથી ૧૬ માર્ચે પરત આવી હતી. બાદમાં ઉધરસ અને તાવની તકલીફ થતાં સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેથી આ યુવતીમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળયા હતાં. જેથી યુવતીનાં ૯ સગા-સંબંધીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે કે કેમ ? તેની તપાસ માટે કવોરેન્ટાઇન કર્યા હતા. રાજકોટમાં ૪૫ વર્ષીય આધેડ મદીનાથી મુંબઇ થઇને ટ્રેનમાં રાજકોટ પહોંચ્યો હતો. તેનામાં પણ કોરોનાના લક્ષણો જોવા મળયા હતો. જેથી તેના ૧૭ જેટલા સંબંધીઓને પણ ચેપ ના લાગ્યો જોવાની માહિતી માટે તેમને પણ કવોરેન્ટાઇન કરાયા હતાં. તેના સાથે જ આરોગ્ય વિભાગની ટીમે ૧૮ બ્હજારથી વધુ ઘરોમાં પણ સર્વે હાથ ધર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.