//

ગુજરાતમાં કુલ 186 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો શું કહ્યું જ્યંતિ રવિએ!

ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે- અમદાવાદ શહેરમાં જોવા મળેલા વધુ પોઝિટિવ કેસના પગલે સરકાર દ્વારા તમામ વિસ્તારોને કલ્સ્ટર કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. બુધવારે સાંજે નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સમગ્ર રાજ્યમાં કુલ 186 કોરોનાથી સંક્રમિત કેસ નોંધાયા છે જેમાંથી 143 કેસ સ્ટેબલ છે અને 2 કોરાનાના પોઝિટિવ દર્દીઓ વેન્ટિલેટર પર છે.સાથેજ 26 લોકો સારવાર દરમિયાન સાજા થયા છે અન તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો રાજ્યમાં મૃત્યુંની સંખ્યા 16 પર પહોંચી છે. તેઓએ જણાવ્યું કે વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં બીજા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે અને ભાવનગરમાં પણ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.. તો રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી ના પડે તે માટે કાળજી લેવામાં આવી રહી છે.

કોરોના સહિત થેલેસિમીયા અને હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી 7 એપ્રિલે થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકોને 887 યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું જ્યંતિ રવીએ જણાવ્યું કે- કોરોના લોકલ ટ્રાન્સમિશનના સ્તરે ફેલાઈ રહ્યો છે જેથી રાજ્ય સરકાર દ્વારા ઘણાં વિસ્તારોને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને તેની સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે. અને તમામ કામગીરીનું ઘનિષ્ટ મોનિટરીંગ કમિશ્નર કચેરીથી કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં સરકારી હોસ્પિટલ ખાતે 1061 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત 1700 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. અને રાજ્ય સરકાર દ્વારા વધુ 1 હજાર વેન્ટીલેટર ખરીદીનો આદેશ આપવામાં આવ્યો છે સાથેજ વધુમાં 43 વેન્ટીલેટર દિલ્હી ખાતેથી રાજ્ય સરકારને મળેલ છે. તેઓએ જણાવ્યું કે રાજ્યમાં 1100 નંબરની હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઈન દ્વારા આઈસોલેશન અથવા હોમ કોરન્ટાઈન કરવામાં આવેલા દર્દીઓને એડવાઈઝ(સલાહ) આપવામાં આવશે 21 માર્ચથી રાજ્યના ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવામાં આવી છે તો 5 એપ્રિલ સુધી 3522 આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published.